પથ્થર દિલ લઘુગ્રહ
Feb. 5, 2014

લઘુગ્રહોના છાયાચિત્રો લેવા એ એક કઢંગુ કામ  છે. શું તમે કલ્પના કરી શકો છો કે ઘણાબધા લઘુગ્રહો પૈકી એક સૂક્ષ્મ,કાળા પથ્થરના ગઠ્ઠા ને અંધારા આકાશની સાપેક્ષમાં શોધવો કેટલો મુશ્કેલ હશે? તદુપરાંત, તેઓ એક જ સ્થળે સ્થિર નથી હોતા. પૃથ્વીની જેમજ, લઘુગ્રહો પણ સુર્યની પ્રદક્ષિણા કરે છે. અને જેમ જેમ પૃથ્વી ફરતી જાય તેમ તેમ અલગ અલગ લઘુગ્રહો આકાશમાં દ્રશ્યમાન થતા જાય.

પરંતુ ખગોળશાશ્ત્રીઓ સરળતાથી પરાજય સ્વીકારતા નથી, અને લઘુગ્રહો તો એવા છે કે જેમનો અભ્યાસ તેઓને કોઈપણ હિસાબે કરવો છે.

લઘુગ્રહો શેના બનેલા છે એ બાબતની જાણકારી  આપણને  આપણો પોતાનો ગ્રહ તથા સૂર્યમાળા કેવી રીતે નિર્માણ પામ્યાં હશે તે બાબતની સમાજ અપાવશે. તેમનો અભ્યાસ આપણને સલામત પણ રાખી શકે છે - લઘુગ્રહોના ચોક્કસ સ્થાન અને તેમની ગતિની સમજ હોવી તેનો સીધો મતલબ એવો થાય કે કદાચ એમાંનો કોઈ એક પૃથ્વી સાથે ટકરાવવાની અણી પર છે કે નહિ તે બાબતની જાણકારી મળવી !

આ છાયાચિત્રમાં બતાવેલ લઘુગ્રહનું નામ છે ઇટોકાવા. એ વિખ્યાતી પામ્યો 2005ની સાલમાં  કે જયારે હાયાબુસા નામના એક જાપાની અવકાશયાને તેની મુલાકાત લીધી અને તેના છાયાચિત્રો લીધા, જેમાં અહી બતાવેલ છાયાચિત્રનો પણ સમાવેશ થાય છે.

ઇટોકાવાના નિશ્ચિત (કઢંગા) આકાર અને તેના કદ, કે જે એફિલ ટાવરના કદ ના બમણા કરતા થોડું જ ઓછું છે, વિશેની આજની આપણી  જાણકારી હાયાબુસા ને આભારી છે. પરંતુ તેની સપાટી ની નીચે શું છે ?

આ પ્રશ્નનો ઉત્તર મેળવવા  દુનિયાભરના દુરદર્શક યંત્રો વડે  ખગોળવિદોએ પોતાની આંખો ફરી પાછી ઇટોકાવા પર માંડી દીધી છે. લઘુગ્રહના ભ્રમણના કાળજીપૂર્વકના અવલોકન તથા તેના વિચિત્ર આકારની નિશ્ચિત માપણી બાદ ખગોળવિદો ઇટોકાવાની સપાટીની નીચે રહેલા પથ્થરીયાળ દિલને બારીકાઇથી જોઈ શક્યા છે.અને તેમને જે જોવા મળ્યું છે એ નિશ્ચિતપણે આશ્ચર્ય પમાડે એવું છે.

એવું માલુમ પડે છે કે આ લઘુગ્રહ બે એકદમ અલગ પથ્થરના ટુકડાઓનો બનેલો છે કે જેઓ કોઈક પ્રકારે એકબીજા સાથે જોડાઈ ગયા હશે. આ પરથી એવું ફલિત થાય છે કે કદાચ, બે લઘુગ્રહો એકબીજા સાથે ટકરાયા અને જોડાઈ ગયા અને ઇટોકાવા ની ઉત્પત્તિ થઈ.

Cool Fact


હાયાબુસા દ્વારા ઇટોકાવાનો અભ્યાસ કરવાનું આ આખું કાર્ય સંકટમાં પડી ગયું હતું. આ અવકાશયાને લઘુગ્રહમાંથી થોડા પદાર્થના નમૂનાઓ લેવાના હતા પરંતુ તે બરાબર કાર્ય નહોતું બજાવી રહ્યું. ભાગ્યવશાત,અવકાશયાનનો લઘુગ્રહ સાથે આકસ્મિક ભેટો થયો અને તે થોડા ટુકડાઓને પોતાની સાથે ઘરે પાછું લાવી શક્યું.

This Space Scoop is based on a Press Release from ESO.
ESO

Charitarth A. Vyas

Image
Print Friendly Version
More Space Scoops

Still curious? Learn more...

What is Space Scoop?

Discover more Astronomy

Inspiring a New Generation of Space Explorers

Space Scoop Friends

Contact Us

This website was produced by funding from the European Community's Horizon 2020 Programme under grant agreement n° 638653